Saturday 16 December 2023

Oh yes, I have a choice!!



The day started already?? yes, my dear - your beloved kitchen!! 


Let me complete my exercise!! yes, my dear - your breakfast serving time!!


Is it already afternoon?? yes, my dear - your loving coffee!! 


Wait, let me just focus for some time!! no, my dear - your daily laundry!! 


Finally, I can take a breath now!! yes, my dear - your dinner preparation time!! 


Okay, let's get this office meeting done!! yes, my dear - your feeding time!! 


Oh, it's dark already?? yes, my dear - your routine cleaning!! 


Now, can I sit for some time?? yes, my dear - your beloved bedtime!! 


Wait, Wait.. I almost forgot.. above all this is - you had a choice to not choose!! 

Monday 13 September 2021

અને પોતાની લડાઈ

અને ફરી એક વાર પોતાની સાથે પોતાની જ લડાઈ 
બધું જ ભૂલી જવાય છે જ્યારે પોતાને મળાય છે 
બધું જ સમજીને પણ નથી સમજાતું જ્યારે પોતાને મળાય છે 
બહું પ્રયત્નો કર્યા કે આજે તો નથી મળવું પણ એમ કઇ માની લેવાય છે 

અને આજે ફરી એક વાર પોતાની સાથે પોતાની જ લડાઈ 
ઘણું મનાવી લેવાયું પણ એમ ક્યાં માની લેવાય છે 
ઘણું રેહવા દીધું પણ એમ ક્યાં રાખી મુકાય છે 
બહું સમય કાઢ્યો કે આજે તો વાત નથી કરવી પણ એમ ક્યાં માની લેવાય છે 

અને ફરી એક વાર પોતાની સાથે જ પોતાની વાત 
કેમ કરતાંય રોકી રાખ્યું હતું પણ એમ ક્યાં રોકાય છે 
કેમ કરતાંય અટકી ગઈ હતી હું પણ એમ ક્યાં અટકાય છે 
બહું ઊભી રહી કે આજે તો નથી જ જવું એ પાર પણ એમ ક્યાં ઊભી રહી જવાય છે 

અને ફરી એક વાર પોતાની સાથે પોતાની જ આંખોથી વાત 
અટકાવી હતી એને બોલતા મેં પણ એમ ક્યાં એ માને છે 
અટકાવી હતી એને મે રડતાં પણ એમ ક્યાં એ માને છે 
બહું બંધ રાખીને જોયું આંખો આજે પણ એમ ક્યાં એ માની જાય છે  

આમ જોવો તો કંઈ નથી ને આમ જોવો તો ઘણું બધું છે 
આમ એક આખી દુનિયા એમાં છે ને આમ જોવો તો એક ખાલી એહસાસ 
બધું જ સ્વીકાર્યા પછી પણ કેમ જાણે નથી ગમતી આ પોતાનાથી પોતાની લડાઈ 

અને આજે ફરી એક વાર પોતાની સાથે જ પોતાની લડાઈ





Sunday 3 May 2020

લોકડાઉનની વાતો

થોડાં સમય પહેલા આપણામાંથી કેટલાય લોકોએ આ લોકડાઉન એવો શબ્દ સાંભળ્યો પણ ન હતો અને હવે લાગે છે કે આ આપણી રોજીંદી જીદંગીનો ભાગ બની ગયો છે. જ્યારે તમે આ લેખ વાંચશો ત્યાં સુધીમાં તો ઘણાં બદલાવો આવી ચુક્યા હશે. પણ મારે અહી કંઇક એવી કહેવતોની વાતો કરવી છે જેને આ લોકડાઉનથી નવી જ રીતે સમજાવા લાગી છે. થોડી એવી વાતો જેને આપણે આપણાં હ્રદયમાં હંમેશાં એક બોધપાઠ તરીકે લોક કરી દેવાની જરુર છે. 

૧ .પહેલું સુખ તે જાતે નર્યા: આજકાલ જીમ જવું એ ફેશન બની ગયું છે અને આપણી દિનચર્યા જોતાં કસરતો એ આપણાં દિવસનો ભાગ હોવો જ જોઇએ. અહીં મહત્વની વાત એ છે કે હવે આજકાલનાં યુવાનોને સમજાઇ ગયું છે કે માત્ર જીમમાં જવાથી જ તંદુરસ્ત નથી રહેવાતું. વ્યાયામ ઘરે રહીને પણ કરી શકાય છે. અને આ બધાથી ઉપર તંદુરસ્ત રહેવું કેમ જરુરી છે એ પણ સમજાઇ ગયું છે. આ બધું જોતાં લાગે કે હવે આપણી વર્ષો જુની કહેવત "પહેલું સુખ તે જાતે નર્યા" એ આનાથી વધારે સારી રીતે ના સમજાવી શકાઇ હોત. 

૨. અન્ન્ન નોખાં એનાં મન નોખાં: આનો અર્થ બહું જ સરળ છે અને ઘણાં લોકોને એ ખબર પણ હશે - જે પરિવાર અલગ અલગ જમે છે એમનાં મન કે વિચારો પણ પરિવારથી અલગ અલગ હોય છે. અત્યારે બધાં જ પરિવારમાં એવું જોવા મળી રહ્યું છે કે બધાંની અલગ અલગ દિનચર્યાને લીધે સાથે બેસીને જમવું મુશ્કેલ થતું જાય છે. હું એવા પરિવારોને પણ જોવું છું કે જે દિવસમાં એક વાર પણ પુરો પરિવાર સાથે બેસીને જમતાં નથી. એવાં લોકો માટે આ અદભુત તક હતી કે પરિવારની સાથે બેસવાની અને રહેવાની. આ પ્રથાનો સરળ ઉદેશ્ય એમ હતો કે આખા દિવસમાં બનેલી ઘટનાઓની વાતો થાય અને જો કોઇ સભ્ય મુશ્કેલીમાં હોય તો બીજા સાથે વાત કરીને માર્ગ નીકાળી શકે. આ લોકડાઉન દરમ્યાન જ મેં કેટલાય પરિવારોને ફરીથી આ પ્રથાને અનુસરતા જોયા. આશા છે કે હવે સમજાઇ ગયું હશે કે કેમ પરિવાર સાથે રહેવું કે સાથે બેસીને જમવું જરુરી છે. 

૩. નાણું મળશે પણ ટાણું નહી મળે: આજનાં સમયમાં આ કહેવતને ખરેખર બહુ જ સારી રીતે સમજીને જીવનમાં વણી લેવાની જરુર છે. કોરોનાએ આ વાત બહું લોકોને સમજાવી દીધી હશે કે અંત સમયે માત્ર સારી રીતે વિતાવેલો સમય જ યાદ રહે છે કમાયેલા પૈસાની રકમ નહી. એટલે જ જરુરી છે કે જે સમય મળ્યો છે એને સારી રીતે પ્રિયજનોની સાથે પસાર કરી લઇએ. ઘણાં યુવાનોને મેં પ્રથમ વાર આટલો સમય પરિવાર સાથે પસાર કરતાં જોયાં અને બહું જ આનંદ થયો કે હવે એમને પણ આનું મુલ્ય સમજાઇ ગયું છે. પૈસા તો ફરીથી મળી જશે પણ જો આ કુદરત એ આપેલી તક ગુમાવી દેશો તો એ ફરી નહિ મળે. જાણે કે વષોઁ પહેલાનાં ઉનાળું વેકેશન ફરી મળી ગયુ, જાણે કે એ બાળપણની રમતો પાછી મળી ગયી. 

૪. પાઇની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહિ: આજકાલ આ પણ એક નવી ફેશન છે "બિઝી" રહેવું એ. મેં ઘણાં લોકોને દરરોજ બધી જ વાતમાં બિઝી હોવાનું કહેતાં સાંભળ્યાં છે. જાણે અજાણે આ તબક્કાએ કદાચ બહુ લોકોને સમજાવી દીધું હશે કે એમનો ખરેખરો સમય ક્યાં જાય છે જેને એ લોકો બિઝી કહેતાં હોય છે. બીજા એવાં પણ લોકો જોવાં મળી ગયાં હશે કે જે હવે બિઝી રહેવાનુ બહાનું નહી કાઢી શકતાં હોય. આવા લોકોને પણ કદાચ સમજાઇ ગયું હશે કે માણસાઇની કિમ્મત કેટલી મોટી હોય છે સમયની સાથે. 



૫. ચેતતો નર સદા સુખી: આ કપરા સમયમાં ઘણાં લોકો જુદી જુદી રીતે મુશ્કેલીમાં મૂકાતા જોયાં છે. કેટલાકને આર્થિક રીતે તો કેટલાકને રોજીંદી જરુરિયાતોને લઇને મુશ્કેલીમાં મુકાતાં જોયાં છે. પહેલાંનાં જમાનામાં મુશ્કેલીનો સામનો કરવા માટે ઘરનાં પુરષો અમુક રકમ અલગથી રાખતા અને એ જ રીતે ઘરની સ્ત્રીઓ અનાજનાં ભંડાર એ રીતે ભરતી કે કોઇ પણ સમયમાં એનો ઉપયોગ થાય અને ઘરનું કોઇ વ્યક્તિ અનાજ માટે વલખાં ના મારે. સમય જતાં આ બધી જ રીતો બદલાઇ અને આવા સમયમાં એના લીધે કેટલાય પરિવારો મુસીબતમાંથી પસાર થયાં. એટલે જ કદાચ કોરોનાએ ફરી યાદ કરાવ્યું કે "ચેતતો નર સદા સુખી".  

૬. સુકા ભેગું લીલું પણ બળે: હમણાંની પરિસ્થિતિથી બચવાનો અને બચાવવાનો એક માત્ર ઉપાય એટલે અંતર રાખવું. એને આપણી કહેવતોમાં સરસ રીતે કહ્યું છે કે "સુકા ભેગું લીલું પણ બળે" જો સમયસર પગલાં લેવામાં ન આવે તો સુકા ઘાસની સાથે રાખેલું લીલું ઘાસ પણ બળે છે. એ જ રીતે જીદંગીમાં પણ જો ખરાબ પરિસ્થિતિ કે આજુબાજુના વતાવરણ કે ખરાબ મિત્રવતુઁળનો અહેસાસ થાય તો સમયસર ત્યાંથી નીકળી જવાથી બહુ મોટું નુકશાન થતાં અટકાવી શકાય છે. કોરોનાએ પણ એ જ વાત સમજાવી ગયુ કે ચેતી જાઓ અને સમજો કે કયો સાચો સમય છે પોતાને બધાથી અલગ કરવાનો.

૭. આશા અમર છે: વર્તમાન સમયમાં આપણે દરેક નિર્ણયો પ્રેક્ટીકલ કેલ્કયુલેશનનાં આધારે કરીએ છીએ અને એ બધાંમાં કદાચ "આશા અમર છે" એવું હકારત્મક વલણને ધ્યાનમાં લેવાનું ભુલાઇ જાય છે. અત્યારે જ્યારે એકસાથે બધાંનાં માથે આભ ફાટ્યું છે ત્યારે કહેવાતા દુનિયાના વિકસિત દેશો પણ હિમ્મત ન હારી જવા માટે કહે છે અને આશા રાખવાનો આગ્રહ કરે છે. આશા રાખો કે દરેક અંધકાર પછી પ્રકાશ ચોક્કસ આવે જ છે. ફક્ત એ સમજવાની જરુર છે કે અંધકાર એ પ્રકાશની ગેરહાજરી છે અને એ પણ થોડાક જ સમય માટે.

આ બધી જ ઉપરની વાતો પછી પણ જો એમ લાગે કે કંઇ જ નથી બદલાયું તો માત્ર એક વાર "દ્રષ્ટિ તેવી સૃષ્ટિ" પર વિચાર કરી જોજો. જે લોકો પરિવારથી દુર રહે છે ખાસ કરીને વિદેશમાં રહેતાં લોકોને કે કેમ અત્યારે વતન કે ઘર યાદ આવે છે તો પણ જવાબ મળી જશે. બહું સરળ ભાષામાં કહુ તો જ્યારે કપરી પરિસ્થિતિ હોયને ત્યારે માણસને ઘર કે સ્વજનો જેવો સાથ બીજી કોઇ જગ્યા કે વ્યક્તિ નથી જ આપી શક્તું. અને એટલે જ જ્યારે યુધ્ધમાં ભીષ્મ પિતામહને પુછવામાં આવે છે કે તમે સ્વર્ગ કે હસ્તિનાપુર બન્નેમાંથી કોને પસંદ કરશો તો એ કેહ છે હજાર વાર પણ જો પુછવામાં આવે તો પણ હું હસ્તિનાપુર જ કહીશ. 

Monday 1 July 2019

It is Okay!!





While others tell you to accept,
It is Okay to say 'NO' sometime 

While others create pressure to do something,
It is Okay to do nothing sometime 

While the world pretends to be happy, 
It is Okay to cry hard sometime 

While everyone talks about success,
It is Okay to be broken sometime 

While everybody talks about fake healthy food,
It is Okay to eat you like sometime 

While others pretend to be strong every time,
It is Okay to feel pain sometime

While everybody pretends to move forward, 
It is Okay to step back or hold on sometimes

While the world pretends to be someone,
It is Okay to be yourself 

While everyone wants lives someone else's life,
It is Okay to live your life your own way!!

Wednesday 5 June 2019

ક્યા ખોવાઇ ગયું છે?





એ શબ્દોને ગીતો સુના થઇ ગયા છે
જે ક્યારેક હોઠ પરથી દૂર નતા થતા

એ બગીચાની બેન્ચ સુની થઇ ગયી છે
જે ક્યારેક આપણી વાતોથી દૂર નતી થતી

એ ગલીઓ પણ હ​વે તો સુની લાગે છે
જે ક્યારેક આપણાં ઘરથી દુર નતી થતી

એ દિવસો પણ સુના થઇ ગયા છે 
જે ક્યારેક આપણાં હસવાનાં અવાજથી દુર નતા થતા

એ તારી અને મારી વાતો પણ સુની થઇ ગયી છે
જે ક્યારેક એકમેકથી દૂર નતી થતી

એ તું અને હું પણ સુના થઇ ગયા છે
જે ક્યારેક એકબીજાથી દૂર નતા થતા

ખોવાઇ ગયું છે બધું જાણે ક્યાક
શોધ​વાથી પણ નથી મળતી એ સાંજ

પોતાની જ વાતોમાં પોતાને શોધ​વાનો પ્રયત્ન કરી રહી છું
પણ નથી મળતી હું મને, ક્યાં છું હું? ક્યાં છીએ આપણે?

Tuesday 5 February 2019

एक अरसा तेरे बिना




लगता है जैसे एक अरसा हो गया चैनकी निंद सोये 
अब तो सिर्फ़ खाली राते बाकी है बिना सपनोकी निंदोवाली

लगता है जैसे एक अरसा हो गया टूटके रोये हुए 
अब तो सिर्फ़ खाली आंसु बेहते है बिना आवाजवाले

लगता है जैसे एक जमानासा हो गया खुलके मुस्कुराये हुए
अब तो सिर्फ़ छोटीसी मुस्कान बची है जमानेको दिखानेवाली

लगता है जैसे एक अरसा हो गया तुझे देखे हुए 
अब तो सिर्फ़ तसवीरे बची है बिना एह्सासोवाली

लगता है जैसे एक पुरी उमर ही नीकल गयी तुझसे बात कीये
अब तो सिर्फ़ खयाल बाकी है तुझसे फ़िर कभी बात करनेवाला

लगता है जैसे एक पुरी जिंदगी ही चली गयी तुझसे मोहब्ब्त करके
अब तो सिर्फ़ तेरी यादें बची है तेरे बिनावाली 

Wednesday 12 December 2018

હું તારો પડછાયો ને તું મારી છાપ


પડછાયો એટલે નરી આંખે જોઇ શકાતું પોતાનું આબેહુબ સ્વરૂપ. છાપ એટલે બહુ જ હદે મળતું આવતું પ્રતિબિંબ. છાપમાં બધું જ કોપી થાય એ જરુરી નથી, પણ મોટા ભાગની વસ્તુ થાય તો જ કોપી કહેવાય. દરેક વ્યકતિ કોઇનો તો પડછાયો અને કોપી હોય છે. કોઇનો પડછાયો બન​વા તમારે મહેનત નથી કરવી પડતી જ્યારે કોઇની કોપી કરવા ક્યારેક મહેનત કર​વી પડે છે ને ક્યારેક જાતે જ આવી જાય છે. એ જ રીતે હું પણ કોઇનો પડછાયો છું અને કોઇની કોપી. અને હમણાં જ મારી પણ કોઇ કોપી છે એનો અહેસાસ થયો. 

હું કોઇનો પડછાયો:  હું જ્યારે પણ મોકો મળે ત્યારે આ વાક્ય બોલ​વાનું ચુકતી નથી કે, "મમ્મી, મને ગર્વ છે કે હું તારો પડછાયો છું." હમણાં છેલ્લાં કેટલાય સમયથી હું લોકોનાં મોઢે સાંભળતી હતી કે તું તારી મમ્મી જેવી છે. ત્યારે હું ફક્ત સાંભળતી હતી પણ હવે જ્યારે વિચારું તો સમજાય કે મારા કોઇ પણ પરિસ્થિતિમાં મારા પ્રતિભાવો મારી મમ્મી જેવા જ હોય છે એમ જ જોઇ લો કે શરીર મારું પણ બોલી એની હોય છે. આટલી હદે સમાનતા પોતાની જાત સાથે પોતાના પડછાયાની જ હોય. મજા એ વાતની છે કે મને ખબર છે કે જો હું ક્યાંક અટકી જઇશ તો હું એને પુછી શકીશ અને જ​વાબ મને મારું મન જે કહેતું હશે એ જ મળશે. 




હું કોઇને કોપી: કહેવાય છે ને કે પરિવારમાં તમારા પહેલાં મિત્રો તમારાં ભાઇ-બહેન અને પિતરાઇ કે માસી-મામાનાં દિકરાં-દિકરી હોય છે. મારા માટે આમાં મારી માસીની દિકરી છે અને એની જ હું ક્યાંક ને ક્યાંક કોપી પણ છું. અમારી વચ્ચે બહુ ઉંમરનો તફાવત નહી હોવાથી પેહલેથી જ અમને એકબીજાની સાથે ફર​વા જવું ગમે. અમે એક જ શાળામાં ભણ્યાં હોવાનાં કારણે અમે એકબીજાના મિત્રોથી પણ એટલાં જ પરિચિત હતાં. પણ આ સમય એવો હતો કે હ​વે એ કોલેજમાં હતી અને હું શાળામાં, છતાં પણ અમારી વચ્ચેના સંબંધમાં કંઇ જ ફરક ના આવ્યો. અને આ જ એ સમય હતો જ્યારે મેં પેહલી વાર સાંભળ્યું કે હું એની કોપી છું. સમય જતો ગયો હું પણ કોલેજમાં આવી ગયી હ​વે તો અમારા કેટલાક મિત્રો પણ સરખાં જ હતાં. અને જીવનની અમુક ઘટનાઓ અને બદલાવ પણ સરખાં થતાં ગયાં. આ બધાં પછી બરાબર રીતે સમજાઇ ગયું કે લોકો કેમ અમને એમ કહે છે કે કોપી છીએ. જેમ હું કયાંક અટકી હોવ તો હું જેનો પડછાયો છું એને પુછી શકું છું એ જ રીતે હું જેની કોપી છું એને પણ પુછી જ શકું છું કેમ કે આમાં પણ જવાબ તો મારાં મનનો જ મળશે. 



મારી કોપી:કહેવાય છે કે બાળકો માટે પહેલી શાળા એ ઘર છે, એ પોતાના જ ઘરેથી શીખવાની શરુઆત કરે છે ઘરનાં મોટાંને જોઇને શીખે. મારા માટે પણ આનાથી કંઇ અલગ નતું. હમણાં થોડાં સમય પહેલા હું અને મારો ભાઈ બહારથી આવતા હતાં અને બસ એમ જ જીવનમાં શું ચાલી રહ્યું છે એવી વાતો કરતાં હતાં. એણે વાત વાતમાં એક સરસ વાત કહી કે બાળકના વિકાસમાં ઘરનું વાતાવરણ બહુ મહત્વનું કામ કરે છે. એણે કહ્યું કે આપણને મમ્મીએ આટલો સાથ આપ્યો એટલે આપણે આટલા આગળ આવી શક્યા. પછી એમ કહ્યું કે મમ્મીનાં સાથ વગર આ શક્ય નહતું અને જો તે આ બધું ના કર્યું હોત તો હું તને જોઇને શીખ્યો ના હોત. અને મને અચાનક થયું હા વાત તો સાચી જ છે મમ્મી હમેંશા કહે છે કે એ તારા જેવો છે અને મને યાદ છે એની સમજણ પછી હજી પણ એના અંગત જીવનની કોઈ વાત મારાથી છૂપી નથી ભલે અમારી વચ્ચે ૭ વર્ષનો અંતર છે. એ દિવસ પછી સમજાયું કે એ મારી કોપી છે. 

આમ દરેક વ્યક્તિ ક્યાંક કોઈકનો પડછાયો છે તો કોઈકની કોપી છે અને કોઈક એની કોપી છે. કોઈ પણ વ્યક્તિ જો આ ૩  વ્યક્તિ જોતા શીખી જાય તો પોતાનું વ્યક્તિત્વ સમજવું ખૂબ જ સરળ થઈ જાય છે અને સાચા સંબંધો પણ સમજતા વાર નથી લાગતી. 

મેં કેટલાય લોકોને કહેતાં સાંભળ્યાં છે કે કોને કહું? શું કહું? કંઇ જ નથી સમજાતું? આ બહુ જ સામાન્ય પ્રશ્નો છે જે દરેકને જીવનનાં કોઈ એક તબક્કે તો થાય જ છે. પણ જો આ પરિસ્થિતિમાં પોતાના મનનો અવાજ સાંભળવો હોય તો તમારા જીવનની આ ૩ વ્યક્તિ કે અવસ્થાને જાણવાથી આનો જવાબ મળી જાય છે. ૧) હું જેનો પડછાયો છું ૨) હું જેની કોપી છું ૩) જે મારી કોપી છે. આ તમારા સમગ્ર વ્યક્તિત્વનો પરિચય આપી દેશે અને તમારા મનની વાત પણ કહી દેશે.

Oh yes, I have a choice!!

The day started already?? yes, my dear - your beloved kitchen!!  Let me complete my exercise!! yes, my dear - your breakfast serving time!! ...